- સિટી સરવે કચેરીમાં ગોઠવેલા લાંચના છટકામાં ફસાયા
- અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચ માગી
- અરજદાર લાંચના નાણાં નહિં આપવા માંગતા હોવાથી મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી.
ગોધરા સીટી સરવે સુપરિટેન્ડન્ટ બી.સી.માલીવાડને મહીસાગર એસીબીએ આઠ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે. અરજદારની વેચાણ નોંધ મંજૂર કરવાની કામગીરી પેટે લાંચની માંગણી કરી હતી જેથી અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી અને બી.સી માલીવાડને તેઓની કચેરીમાં જ લાંચ લેતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
એક અરજદાર દ્વારા એસીબીમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ તેઓએ બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનુ વેચાણ કર્યુ હતું. જેની નોધ મંજુર કરવા માટે સીટી સરવે કચેરીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન સુપરિટેન્ડન્ટે રૂા.15 હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. જેથી અરજદારે જે તે સમયે સાત હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ સુપરિટેન્ડન્ટ દ્વારા નોંધ મંજુર કરવામાં આવી હતી.










