- ફાયર વિભાગે સોગંદનામા પર કહ્યું, 10,469માંથી 750માં જ NOC નથી
- NOC વિનાના બિલ્ડિંગ્સને નોટિસ, સીલિંગ સહિતનાં પગલાં ભરાય છે
- ઇમારતોમાં ફાયર એનઓસી અંગેના તાજા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા
રાજ્યમાં ફયરસેફ્ટી સુવિધાની અમલવારી માટે દાદ માંગતી જાહેરહિતની રિટ અરજીમાં AMCના ફયર વિભાગ દ્વારા હાઇકોર્ટમાં એફિડેવીટ રજૂ કરી જણાવાયું છે કે, અમદાવાદમાં વિસ્તારમાં આવતી મોટાભાગની તમામ ઇમારતો હવે ફયર એનઓસી હેઠળ આવરી લેવાઈ છે. શહેરની 10469 ઇમારતો પૈકી માત્ર 750 ઇમારતોમાં જ હવે વાજબી ફાયર એનઓસી મેળવવાની બાકી છે.
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બહુમાળી ઇમારતો, હોસ્પિટલો, શાળા-કોલેજોમાં ફાયરસેફ્ટીની સુવિધા મામલે ખુદ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં અમ્યુકોના ફાયર વિભાગ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તા.3-1-2023ની સ્થિતિના શહેરની વિવિધ પ્રકારની ઇમારતોમાં ફાયર એનઓસી અંગેના તાજા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ, શહેરમાં 3174 જેટલી રહેણાંક ઇમારતો પૈકી 2435 ઇમારતોમાં વાજબી ફાયર એનઓસી લેવાઇ ગઇ છે જયારે હજુ પણ 739 ઇમારતોમાં વાજબી ફાયર એનઓસી મળવી નથી. આ જ પ્રકારે રેસીડેન્શીયલ કમ કોમર્શીયલ એવા 1389 બિલ્ડીંગો પૈકી 1383 બિલ્ડીંગોમાં ફાયર એનઓસી મેળવી લેવાઇ છે.










