• બસ મુદ્દે ફરિયાદ કરવા આવેલા મુસાફરોને હાલાકી
  • મુસાફરોને પોણો કલાક સુધી ફરિયાદ બુક ન આપી
  • મોરબી જવા માટે એક જ સમયે 2 બસ મૂકાતા બબાલ

રાજકોટમાં એસ ટી બસ પોર્ટ ખાતે મુસાફરો અને એસ ટી કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં બસ મુદ્દે ફરિયાદ કરવા આવેલા મુસાફરોને હાલાકીના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. જેમાંબસ બાબતે ફરિયાદ કરવા માટે આવેલા મુસાફરો ને પોણો કલાક સુધી ફરિયાદ બુક આપી ન હતી.

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટથી મોરબી જવા માટે એક જ સમયે 2 બસ મુકાતા મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં કાયમી મુસાફરી કરતાં મુસાફરો અને એસ ટી કર્મચારી વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. જેમાં આખરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

[[$googlead]]

આ મામલે મોરબી જવા માટે એક જ સમયે બે બસ મૂકી દેવામાં આવતા વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તેમજ મુસાફરો દ્વારા લાંબા સમયથી ફરિયાદ માટેની બુક માંગવામાં આવી રહી હતી જે પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી ન હતી.

[[$alsoread]]


  • Follow us on: