• ભુજમાં ધો. 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
  • વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ અનાચક ઢળી પડ્યો
  • સૂર્યા વરસાણી એકેડમીમાં વિદ્યાર્થીને આવ્યો એટેક
રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ વચ્ચે સૌથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ધોરણ-10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. કચ્છના ભુજમાં ધો. 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.

આ અંગેની માહિતી અનુસાર, કચ્છના ભુજમાં છાત્ર સેડાતા પાસે સૂર્યા વરસાણી એકેડમીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં અચાનક ઢળી પડ્યો હતો. મૃતક વિદ્યાર્થીનું નામ દક્ષરાજ સિંહ ઝાલા છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.

ભુજના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ શાળામાં પણ ગમગીન વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

આ અગાઉ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પણ ધોરણ 10ના છાત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો સગીર દિવાળીનું વેકેશન કરવા ઘરે આવ્યો હતો પિતાના બાઈક પાછળ બેસી હેર કટિંગ કરવી ઘરે જતી વખતે ચાલું બાઈકે એટેક આવતા નીચે પટકાયો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો
  • Follow us on: