- PMએ આપેલા 5 સંકલ્પમાંથી એક વિકસિત ભારતનું નિર્માણ
- સરકારી યોજનાઓનો 100 ટકા લાભ મળે તેવો પ્રયત્ન
- શહેરોમાં 8 લાખ જેટલા મકાનોનું લોકાર્પણ કર્યુ છે
ગુજરાતમાં OBC અનામત મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે ઐતિહાસિક નિર્ણય માટે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો છે. તેમજ G-20નું સફળ આયોજન ભારતે જોયુ છે. અન્ય કોઇપણ દેશ કરી શકે તેનાથી વધારે સારું કર્યું છે. દરેક દેશ હાલ ભારત તરફ નજર માંડીને બેઠો છે.
સરકારી યોજનાઓનો 100 ટકા લાભ મળે તેવો પ્રયત્ન
મુશ્કેલી આવશે તો તેનો ઉકેલ ક્યાં તો ભારત તરફ મીટ છે. મુશ્કેલીનો ઉકેલ નરેન્દ્ર મોદી આપી શકશે એવો વિશ્વાસ છે. દરેક દેશના સમાચારોમાં ભારતના ભરપૂર વખાણ થયા છે. ભારતના ચંદ્રયાનની સફળતાના વખાણ દરેક દેશે કર્યા છે. ભારતના વૈજ્ઞાનિકોને જરા પણ ઉણું નથી આવવા દીધુ. PMએ કહ્યું હતું મારી સરકાર દલિત, વચિંતોની સરકાર રહેશે. તેમની યોજનાના કેન્દ્રમાં ગરીબ, દલિત, વંચિત જ છે. સરકારી યોજનાઓનો 100 ટકા લાભ મળે તેવો પ્રયત્ન છે.
PMએ આપેલા 5 સંકલ્પમાંથી એક વિકસિત ભારતનું નિર્માણ
OBC સમુદાય માટે ત્રણ A પર મોટો ભાર મૂક્યો છે. આવક, આવાસ અને આરોગ્ય એમ ત્રણ A પર ભાર મુકાયો છે. શહેરોમાં 8 લાખ જેટલા મકાનોનું લોકાર્પણ કર્યુ છે. ગામડામાં 4 લાખ જેટલા મકાનો બનાવ્યા છે. આવાસમાં પણ 5 - 6 સરકારી યોજનાનો લાભ મળ્યો છે. પાણી, ઉજ્જવલા હેઠળ ગેસ, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ તમામને મળ્યો છે. ઓબીસી અનામતનું 27 ટકા બિલ આજે મંજૂર થશે. આત્મનિર્ભરતાની સાથે સૌ સાથે મળી આગળ વધીએ. PMએ આપેલા 5 સંકલ્પમાંથી એક વિકસિત ભારતનું નિર્માણ છે. વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરીશું, આગળ વધીશું.









