- રાજયમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
- 32.33 લાખ બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગમાં પ્રાથમિક શાળાની મુલાકાતે
ગુજરાત રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાયો છે. જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે.ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.CM બિલીઆંબા પ્રાથમિક શાળામાં રહ્યા હાજર હતા અને બાળકોનો શાળામાં કરાવ્યો પ્રવેશ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ડાંગ જિલ્લાની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો,મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
અભ્યાસને પ્રોત્સાહન અપાશે
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસ યોજાશે શાળા પ્રવોત્સવ
ગુજરાત દ્વારા 26 જૂન, બુધવારથી 28 જૂન, શુક્રવાર દરમિયાન રાજ્યભરમાં 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26 જૂન, બુધવારના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું.
23.33 લાખ વિધાર્થીઓનો પ્રવેશ
સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ 1માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ 8 થી 9માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ 10 થી 11 માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.
રાજ્યભરમાં પ્રવેશોત્સવ
આ ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂત, રાજકોટ જિલ્લામાં કૃષિ અને ગ્રામ વિકાસપ્રધાન રાઘવજી પટેલ, ભાવનગર જિલ્લામાં કુંવરજી બાવળિયા, જામનગર જિલ્લામાં પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરા, મહીસાગર જિલ્લામાં આદિજાતિ પ્રધાન કુબેર ડીંડોર અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થયા.
વિવિધ મંત્રીઓ પ્રવેશ કરાવ્યો
રાજ્યકક્ષાના મંત્રીઓમાં ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સુરતમાં, જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લામાં, પરષોત્તમ સોલંકી ભાવનગર જિલ્લામાં, બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, સુરત અને નવસારીમાં મુકેશ પટેલ, જૂનાગઢમાં પ્રફુલભાઈ પાનસેરિયા તથા કુંવરજી હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. આ ઉપરાંત બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગરમાં, કૌશિક વેકરિયા અમરેલીમાં, રમણ સોલંકી આણંદ ખાતે અને વિજય પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો.