મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી.કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ.એ.એસ સી .એલ .મીના, એડવોકેટ .આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીને મળ્યા હતા.


અધિકારીઓ રહ્યાં હાજર
રાજ્ય સરકારે આ કમિટીની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે.આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે.ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્ય મંત્રીના સચિવ અવંતિકાસિંઘ,ઓ .એસ .ડી રાકેશ વ્યાસ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
  • Follow us on: