ગાંધીનગર ખાતે હીરા ઉદ્યોગકારો સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા છે અને ઉધોગકારોએ રત્નકલાકારોને રાહત પેકેજ આપવા માટે રજૂઆત પણ કરી છે,વિવિધ ડાયમંડ એસોસિએશને CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક પણ કરી છે,અને સરકાર રત્નકલાકારોની મદદ કરશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બાબતે બે દિવસમાં પ્લાન પણ નક્કી કરીશું.
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત ડાયમંડ એસો.ની રજૂઆત
ગુજરાતના વિવિધ હીરા ઉધોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી રજૂઆત કરી હતી કે રત્ન કલાકારોને કોઈ મદદ કરવામાં આવે ત્યારે છેલ્લા બે વર્ષથી પોલિશ્ડ હિરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે,રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત પણ કરવામાં આવી છે,રત્ન કલાકાર, ઉધોગ માટે પેકેજ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે,વ્યવસાય વેરો નાબૂદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ તેમજ આપઘાત કરનાર રત્નકલાકારના પરિવારોને મદદ કરાય તેવી માગ કરાઈ છે,બેઠકમાં મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હાજર રહ્યા હતા.
સુરતના હીરા ઉધોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદી
સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
હીરામાં હાલ મંદીનો જોરદાર માહોલ છે
વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી. આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકરોના વધતા આપઘાતના બનાવને લઇ રત્નકલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે. સુરતનો હીરા ઉદ્યોગમાં ભારે મદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્નકલાકરો માગ કરી રહ્યા છે. જો અમારી માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.









