• બપોર બાદ CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી
  • લોકસભા ચૂંટણીના બાકી નામોના મંથન માટે જશે દિલ્હી
  • આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં બેઠક

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના આગેવાનો સચેત થઈ ચૂંટણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે,આજે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ દિલ્હી જવા માટે રવાના થશે,ગુજરાતની 11 બેઠકોના લોકસભા માટે ઉમેદવારોના નામ હજી જાહેર થયા નથી,તો તેને લઈને પણ દિલ્હીમાં બેઠક યોજાઈ શકે છે.અગામી 48 કલાકની અંદર ભાજપ લોકસભાના ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર.

11 બેઠકોને લઈ થશે ચર્ચા

[[$googlead]]

લોકસભાના ઉમેદવારોને લઈ ભાજપે તેની પહેલી યાદી બહાર પાડી દીધી છે,જેમાં 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે,તો 11 બેઠકો માટે હજી ઉમેદવારોના નામ જાહેર થયા નથી,જે 15 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે તેમાં 5 ઉમેદવારો નવા છે તો 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે.હવે અગામી સમયમાં કયાં 11 લોકોનું નસીબ ખિલશે તે જોવું રહ્યું.

[[$alsoread]]

CMની સાથે અન્ય નેતાઓ પણ જશે

દિલ્હી ખાતે CM ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય નેતાઓ પણ જઈ શકે છે.ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ તેના બીજા ઉમેદવારની યાદી કયારે જાહેર કરે છે.

  • Follow us on: