- CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક
- 3 વાગ્યા બાદ થશે સ્વામિનારાયણના સંતો સાથે બેઠક
- સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 સંતો ગાંધીનગર જશે
સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વડતાલ ટ્રસ્ટના પ્રતિનિધિઓને CMOનું તેડું છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થશે. જેમાં 3 વાગ્યા બાદ સ્વામિનારાયણના સંતો સાથે બેઠક થશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 સંતો ગાંધીનગર જશે
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 સંતો ગાંધીનગર જશે. ત્યારે બેઠકમાં કોઠારી વિવેકસાગર સ્વામી હાજર રહેશે. તથા વડતાલના સંત વલ્લભદાસજી સ્વામી સાથે સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો ગાંધીનગર જશે. સાળંગપુર હનુમાનજી મંદિર ભીંતચિત્ર વિવાદ મામલે સંતોને સરકારના તેડા આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 5 જેટલા સંતો ગાંધીનગર જવા રવાના થયા હોય તેવી ચર્ચા છે. તમામ સંતો પહેલા અમદાવાદ અથવા ગાંધીનગર સ્વામિનારાયણ મંદિર ખાતે બેઠક કર્યા બાદ ગાંધીનગરની સીએમ ઓફિસ જશે.
સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો
સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરની સુરક્ષામાં બે SRPની ટુકડી, પાંચ ડિવાયએસપી, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.









