અદાણી ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં જંગી ઘટાડો કરાયાના બે માસ બાદ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં CNGનો ભાવ રૂપિયા 77.76 હતો, જે હવે વધીને રૂપિયા 78.78 થયો છે.
તહેવારોની સિઝનમાં શાકભાજી, તેલ, પેટ્રોલ-ડીઝલ સહિત અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુ મોંધી થઇ છે. જેના કારણે મોંઘવારીનો માર સહન કરતી જનતા પર હવે વધુ એક બોજ ઉચકવો પડશે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાના બોજામાંથી સીએનજી વાહનચાલકો હજુ તો તેઓ બહાર આવ્યા નથી, ત્યાં ફરી અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.













