• 48 કલાક બાદ 2થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટાડો થશે
  • ઉત્તર પશ્ચિમ તરાફથી આવતા પવનોને લીધે વધશે ઠંડી
  • અનેક વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 કિમિ ઝડપની રહેશે

રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરી એકવાર નાગરિકોએ ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરીના અંત સાથે ફરી એકવાર રાજ્યભરમાં ઠંડીની અસર જોવા મળી શકે છે. જ્યાં એક તરફ મહિનાની શરૂઆતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. જેના અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ શકે છે. જે આ વર્ષ માટે ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે. કોઈ પણ જિલ્લામાં વરસાદની સંભાવના નથી, પરંતુ 48 કલાક બાદ ફરી એકવાર સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. ગુજરાત રાજ્ય પર આવતા પવનોની દિશા બદલાવવાને કારણે રાજ્યભરના મોટાભાગના શહેરોના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

[[$googlead]]

પવનની ગતિમાં થશે વધારો

[[$alsoread]]

આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ તરફથી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના શહેરોમાં ઉત્તરપશ્ચિમ દિશા તરફથી પવનની ગતિ રહેશે. ગુજરાતના બંને ભાગો પર આગામી 24 કલાકમાં પવનની ગતિ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે ગુજરાતના બાકીના ભાગોમાં એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ માટે મુખ્યત્વે હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી છે, પરંતુ 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ઉત્તર તરફથી પવનો આવશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે.

વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું

જ્યારે છેલ્લા 24 કલાકના તાપમાન અંગે વાત કરવામાં આવે તો હવામાન વિભાગે કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યભરમાં સૌથી લઘુત્તમ તાપમાન ધરાવતા બે શહેરોમાં નલિયા અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સાથે આગામી બે દિવસ દરમિયાન મોટાભાગના શહેરોના બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

  • Follow us on: