- સિદસરના મંદિરમાંથી મૂર્તિની ચોરી થતા ગ્રામજનો રોષે ભરાયા હતા
- પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા 10 ગ્રામજનોએ માથાભારે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી
- અલગ-અલગ ઘટનાનો ભોગ બનનાર 10 લોકોએ એક જ શખ્સ સામે પોલીસ ફરિયાદો નોંધાવી
ધ્રાંગધ્રા ડીવીઝનના તાબામાં આવતા ગેડીયા, કામલપર, ઇગરોળી સહિતના ગામડાઓમાં અમુક માથાભારે શખ્સો અનેક પ્રકારની અસામાજિક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા છે. અગાઉદોડતા વાહનોમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી કરવાની અનેક ગુનામાં અને પોલીસ ઉપર હુમલા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા પણ છે. ત્યારે અગાઉ પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો માથાભારે શખ્સો ઉપર દાખલ કરી ધરપકડ પણ કરાઈ હતી. અમુક આરોપીઓ જેલમાંથી પેરોલ જમ્પ કરી ભાગી પણ ગયા છે. એવામાં દસાડા તાલુકાના સિદસર ગામમાં મંદિરમાં 150 વર્ષ જુની મુર્તી સહિતના સામાનની ચોરીની ઘટના બનતા ગ્રામજનોમાં ભારે રોષ દેખાઇ રહયો હતો.કારણ કે સિદસર ગામમાં આ ચોરીનો આરોપી મોહસીન અનેક લોકોને ખંડણી, માર મારવા, ધમકાવવા અને ચોરીનો શિકાર બનાવી ચૂકયો હતો.પરંતુ આ માથાભારે શખ્સને બજાણા પોલીસનો જાણે કોઇ ડર જ ના હોય એવી રીતે ખુલ્લેઆમ ગુના આચરતો હોવા છતાંય ગ્રામજનો ડરના માર્યા ફરીયાદ પણ કરી શકતા ન હતા. ત્યારે ગ્રામજનોએ મંદિર ચોરીનો આરોપી ઝડપાય નહી ત્યાં સુધી મુર્તી સ્થાપના કરવાની જ ના પાડી દીધી હતી. જેના પગલે એસપી, ડીવાયએસપી સહિતના કાફલાએ તાત્કાલિક ગામમાં મુલાકાત લીધી હતી. એ સમયે ડીવાયએસપી જે.ડી.પુરોહીતે ગ્રામજનોને પુરતી સલામતીની ખાતરી આપી માથાભારે શખ્સ સામે ખુલીને આવવા ફરિયાદ આપવા જણાવ્યુ હત. એથી અલગ-અલગ ઘટનાનો ભોગ બનનાર 10 લોકોએ એક જ શખ્સ સામે પોલીસ ફરિયાદો નોંધાવી હતી. લખતરના ઇંગરોળી, દસાડાના ગેડીયા, સિદસર, કામલપર, કચોલીયા અને રામગ્રી સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે શખ્સોના ઘેર તપાસ કરી ગામમાં આવી પ્રવૃતીઓ અટકે એ માટે પોલીસે કોંમ્બીંગ કર્યુ હતુ.
ગુજસીટોકના આરોપીઓના ત્યાં સર્ચ ઓપરેશન










