• નોટ બદલવા માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી
  • વિવિધ બેન્કોએ તમામ શાખાઓ પર ઊભી કરી વ્યવસ્થા
  • ક્યાંય પણ લાઈન લાગી હોય તેવા દ્રશ્યો ન જોવા મળ્યા

આજથી રૂ.2000 ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે રાજ્યના વિવિધ બેન્કોમાં પણ નોટ બદલવાની શરૂઆત થઈ છે. જેમાં કેટલીક બેન્કોમાં નવા કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે ત્યારે હજી કોઈપણ સ્થાન પર લાઈન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા નથી. RBI ના આદેશ બાદ દેશભરમાં રૂ.2000 ની નોટ બદલવાની કાર્યવાહી થઈ છે.

રાજ્યમાં વિવિધ બેંકની કુલ 8,719 શાખાઓ આવેલી છે. રાજ્યમાં સૌથી વધુ બેંક ઑફ બરોડાની 1534 શાખાઓ છે. જ્યારે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની 1273, એચડીએફસી બેંકની 506, યુનિયન બેંક ઑફ ઈન્ડિયાની 456 તથા એક્સિસ બેંકની 392 શાખાઓ આવેલી છે. ગુજરાતમાં 188 અર્બન કો-ઓપરેટિવ બેંક આવેલી છે.

[[$googlead]]

અમદાવાદમાં શાંતિથી ચાલે છે પ્રક્રિયા

[[$alsoread]]

વાત જો અમદાવાદની કરવામાં આવે તો આજથી 2 હજારની નોટ બેંકોમાં પરત જમા કરાવી શકાશે. જેની સાથે પેટ્રોલ પંપ પર 2 હજારની નોટ સ્વીકારાશે તેવી પેટ્રોલ પંપ ડીલર્સ એસો.એ જાહેરાત કરી હતી. ગ્રાહકોને સમસ્યા ન પડે તે માટે નિર્ણય લેવાયો હતો. તેમજ બેન્કોની બહાર કોઈ પણ પ્રકારની લાઈનો જોવા મળી રહી નથી. જોકે આજે પહેલો દિવસ હોવાથી લોકોની ભીડ જોવા મળી નથી.અત્યારે બેંકમાં અન્ય કસ્ટમર વધુ આવી રહ્યા છે.નોટ બદલવા માટે હજુ 4 મહિનાની મુદત આપવામાં આવી છે.બેંકમાં પણ લાઇન વિના ઝડપથી નોટ બદલવામાં આવી રહી છે.

સુરતની બેન્કોમાં અલગ કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા 

સુરતમાં પણ બેન્કોમાં નોટ બદલવાની શરૂઆત થઈ છે. તે પહેલાં જ સુરતની બેન્કોમાં રૂ.450 કરોડની રૂ.2000 ની નોટ જમા થઈ ગઈ છે. જેના માટે અલગ અલગ બેન્કોમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં આઈટી વિભાગ દ્વારા પણ રૂ.2000 ની નોટ જમા કરવાની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. જેના માટે કો-ઓપરેટિવ બેન્કોમાં અલગ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. બેન્કોની બહાર ભીડ જોવા મળી રહી નથી.

રાજકોટમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી 

રાજકોટમાં બેંકોમાં રૂ.2000ની નોટ બદલવાની શરૂઆત થઈ છે. બેંકની કોઇપણ શાખામાં જઇ નોટ બદલી આપવાની શરૂઆત થઈ છે. જેના માટે તમામ બેંકોમાં તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બેંક ખાતામાં ગમે ત્યારે નોટ જમા કરાવી શકાશે તેમજ 50, 000થી વધુ રકમની નોટ હશે તો માહિતી આપવી પડશે. જેના માટે રાજકોટમાં બેન્કોમાં કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની પણ કાળજી રાખવામાં આવી છે.

વડોદરામાં પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા પછી નિર્ણય બદલ્યો

આ તફ વડોદરામાં પણ બેન્કોની અંદર નોટ બદલવાના અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે લોકો 2000ની નોટ લઈને રુ.100નું પેટ્રોલ પુરાવી રહ્યા છે. જ્યારે 2000ની નોટથી રુ. 100નું પેટ્રોલ પુરાવતા સંચાલકો મુશ્કેલીમાં આવ્યા છે. આ વચ્ચે વડોદરાના નિઝામપુરા પેટ્રોલ પંપમાં 2000ની નોટ નહીં સ્વીકારાય તેવું બોર્ડ માર્યું હતું જેને પછી સંચાલકોને ભૂલ સમજાતા બોર્ડ કાઢી લેવાયું હતું. આ તરફ બેન્કોમાં તમામ તકેદારીઓ રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કોઈપણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

ફોર્મ કે માગણીપત્રક ભરવાની જરૂર નહીં

બેંકમાં આજથી રૂ. 2000ની ચલણી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. નોટ બદલવાની કે જમા કરાવવાની પ્રક્રિયા અંગે લોકોમાં મૂંઝવણ ન રહે અને દોડધામ ન થાય, તે માટે રિઝર્વ બેંકે માર્ગદર્શક માહિતી આપી છે, જેમાં નોટ બદલવા માટે કોઈ ફોર્મ કે માગણીપત્રક ભરવાની જરૂર નથી. સાથે જ કોઈ ઓળખપત્ર આપવાની પણ જરૂર નથી. 2 હજારની નોટ બેંકખાતામાં જમા કરાવી શકાશે અથવા બેંકમાં બદલાવી શકાશે. એક વ્યક્તિ એક વારમાં રૂ. 20 હજારની એટલે કે 10 નોટ બદલાવી શકશે.

નોટ બદલવા માટે કોઈ મર્યાદા નહીં!

નોટ બદલવા માટે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી વાર લાઇનમાં ઊભી રહી શકશે. નોટ જમા કરાવવા માટેની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. જોકે, 50 હજાર કે તેથી વધુ રકમ જમા કરાવતી વખતે પાન નંબર લખવાના નિયમનું પાલન કરવાનું રહેશે. રિઝર્વ બેંકે 19 મેએ 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવા સાથે નોટ બદલવા કે જમા કરાવવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધીની રાખવામાં આવી છે. 

  • Follow us on: