• સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા
  • ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહી
  • વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે

સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી,ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી,તો મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.અમદાવાદથી મુંબઇ તરફ જતી હતી ટ્રેન અને ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે.

કેમ ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથધરી

[[$googlead]]

અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી,જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,ટ્રેન પાટા પરથી નીચે પણ ઉતરી ગઈ નથી,સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી,ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે.સાથે સાથે હાલ આ ટ્રેનને રોકવામાં આવી રહી છે.

[[$alsoread]]


રેલ વ્યવહારને અસર

ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે,અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે,ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી નથી રહી જેના કારણે મુસાફરો તેના સમય કરતા મોડા તેમના સ્થળે પહોંચશે.


  • Follow us on: