ગીર સોમનાથમાં હોળી તહેવારની ઉજવણી રસિયાઓને મોંઘી પડી. ઉનાના દેલવાડામાં કેટલાક લોકો ધુળેટીના તહેવારમાં મહેફિલ જમાવવી જલસો કરતો હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં એક સરદારજી હાથમાં બિયરના ગ્લાસ સાથે નાચગાન કરતા હતા અને બીજા બે સરદારજી પણ તેમને સાથ આપતા હતા તેવું જોવા મળ્યું. વીડિયો વાયરલ થયા બાદ બિયરની મહેફિલ માણનાર નબીરાઓ સામે ફરિયાદ કરવામાં આવી.


[[$googlead]]

ઉજવણીની આડમાં નશાનું કારસ્તાન

પ્રાપ્ત માહિતી મુજબ ઉનાના દેલવાડામાં લોકોએ હોળી અને ધુળેટી તહેવારની ધામધુમથી ઉજવણી કરી હતી. ધુળેટી તહેવાર પર એકબીજાને રંગ લગાવી ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક લોકો હવે તહેવારની ઉજવણીની આડમાં પોતાના નશાના શોખ પૂરા કરતા હોય છે. દેલવાડા ગામમાં ધુળેટીના તહેવાર દરમિયાન એક સરદારજી પોતાના ઘરે રંગોત્સવની નહીં પરંતુ બિયરની મહેફિલની ઉજવણી કરી. ગામમાં રહેતા સરદારજી પોતાના ભાઈઓ સાથે હાથમાં બિયરના ગ્લાસ લઈ મોટા અવાજે મ્યુઝીક મૂકી ઘરની બહાર ઓસરીમાં નાચગાન કરે છે.

[[$alsoread]]

નબીરાઓ પર પોલીસનો સંકજો

સરદારજીનો પોતાના ભાઈઓ સાથે તહેવારની આડમાં બિયર પીતા અને નાચગાન કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. વીડિયો વાયરલ થયા બાદ ત્રણ ભાઈઓ સામે પોલીસે FIR નોંધી. સમગ્ર મામલાની તપાસ કરતાં ત્રણેય ભાઈઓના નામ ધરપાલસિંગ રાઠોડ, મનજીતસિંગ રાઠોડ અને જસબીરસિંગ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. દેલવાડામાં ધુળેટી તહેવાર પર બિયર પી નાચગાન કરવાને લઈને ત્રણેય ભાઈઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 84 અને 81 હેઠળ FIR નોંધવામાં આવી છે.

  • Follow us on: