સુરતમાં બેંક મેનેજરના આપઘાતમાં પ્રેમિકા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ અડાજણ પોલીસે નોંધી છે.પરિણીત પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે જેમાં સ્યુસાઈડ નોટ પ્રેમિકાના પર્સમાંથી મળી આવી હતી,અડાજણ પવિત્રા રો-હાઉસમાં રહેતા અમન રાકેશ ભાર્ગવ ઇન્ડિયન બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તા. 4-1-2025ના રોજ અમને પોતાના ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


[[$googlead]]

બે મહિના બાદ અડાજણ પોલીસે નોંધી ફરિયાદ

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો,મૃતક અને તેની પ્રેમિકા બન્ને સાથે નોકરી હતા અને તેમની વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને અપરણીત અમનને પ્રેમજાળમાં ફસાવ્યો હતો તો લગ્નનને લઈ તેમની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા તેને લઈ બોલાચાલી થઈ અને પ્રેમિકા તેને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હોવાની વાત સામે આવી હતી તો મૃતકે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો,સમગ્ર કેસમાં પુજા કાપડીયા વિરૂદ્ધ BNSની કલમ ૧૦૮ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

[[$alsoread]]

આખરે પરિણીત પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ

અડાજણ પોલીસે પહેલા અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો પરંતુ તપાસ બાદ સામે આવ્યું કે પ્રેમિકાના કારણે મેનેજરે આપઘાત કર્યો છે,ત્યારે અપરણિત અમનને પ્રેમિકાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો,તો તેની પ્રેમિકા તેને આપઘાત કરતા રોકી શકી ન હતી અને તેના કારણે મેનેજરે આપઘાત કરી લીધો હતો,પોલીસે મૃતકના ફોનમાંથી અને પ્રેમિકાના ફોનમાંથી ઘણી બધી સોશિયલ મીડિયાની ચેટ પણ જોઈ હતી,ત્યારે છેલ્લે પોલીસની તપાસમાં ફલિત થયું કે આરોપી જ તેની પ્રેમિકા છે.

 

  • Follow us on: