• રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી

  • ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન
  • મુત્યુ રોડ અકસ્માતમાં લોકોના થતા હોય છે

ટ્રાફિકનું પાલન કરવાની સરળ અને જાગૃત ગાઈડલાઈનનો અભાવ હોવાનાં કારણે આજે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.ત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં રોડ સેફટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.તેવામાં પાલનપુર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બનાસ ડેરીનાં અન્નપૂર્ણા ભવન ખાતે વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રોડ સેફટી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.દર વર્ષે અન્ય કારણો કરતાં સૌથી વધુ મુત્યુ રોડ અકસ્માતમાં લોકોના થતા હોય છે.ત્યારે લોકોના જીવ બચાવવા માટે આર.ટી.વિભાગ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે રોડ સેફટી અવેરનેસ લોકો વચ્ચે ફેલાવવામાં આવી રહી છે.રોડ સેફટી અને ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુંથી બનાવેલા હોય છે.પરંતુ તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી.


  • Follow us on: