• બંને પક્ષો પેટાચૂંટણીમાં એકત્ર થઇને લડવાના મૂડમાં
  • AAP-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠકમાં થઇ ચર્ચા
  • 4 પર કોંગ્રેસ, 2 પર AAP લડી શકે છે ચૂંટણી
લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની પાંચ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આ માટે કોંગ્રેસ-AAPનું ગઠબંધન કરી શકે છે. હાલમાં બંને પક્ષો પેટાચૂંટણીમાં એકત્ર થઇને લડવાના મૂડમાં જોવા મળી રહી છે.

હાલમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ઉમેદવાર ઉતારવામાં આવી રહ્યા છે. આ પછી બંને પક્ષ વચ્ચે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધનની શક્યતા રહેલી છે.

વિસાવદર પર પણ થઈ શકે છે ચૂંટણી
આ માટે બંને પક્ષના હાઇકમાન્ડને અભિપ્રાય મોકલવામાં આવશે. તેમજ ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા શરૂ કરવામાં આવી છે. આ માટે બંને પક્ષ દ્વારા 4 બેઠક પર કોંગ્રેસ, 2 બેઠક પર AAP ચૂંટણી લડી શકે છે. તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તેમજ વિસાવદર બેઠક પેટાચૂંટણી જાહેર થઇ શકે છે.

લોકસભાની ચૂંટણી જાહેરાત બાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળેલી બેઠકમાં બંને પક્ષે ગઠબંધનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેની સાથે જ બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો પેટા ચૂંટણીમાં સારા પરિણામ મળી શકે છે. જેના માટે પેટા ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકવામાં આવી શકે છે.
  • Follow us on: