- માંડવિયાએ સરકારી મિલકતનો દુરુપયોગ કરવાની ફરિયાદ
- સરકારી મિલકતનો દુરુપયોગ કરવાની ફરિયાદ
- જિલ્લા ભાજપ પ્રમુખે આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા
લોકસભાની ચૂંટણી સાથે જ ઉમેદવારો સામે આચાર સંહિતા ભંગની ફરિયાદો સામે આવતી રહે છે. જેમાં હવે પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા સામે કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં જુનાગઢ જિલ્લાના વંથલી મુકામે ઘટના બની હતી.
આ અગેની માહિતી અનુસાર, ભાજપ દ્વારા 20 માર્ચ બુધવારે પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવતા વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં ભાજપની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા.
કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ
આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા આક્ષેપ કર્યો છે કે, માર્કેટિંગ યાર્ડ એ સરકારી મિલકત છે આચાર સંહિતા હોવાના કારણે ત્યાં આવા રાજકીય તાઈફાઓના કાર્યક્રમ થઈ શકે નહીં. પરંતુ આચાર સંહિતાના કાયદાનો ઉલ્લંઘન કરી ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ 24 કલાક થવા છતાં હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી ટી સીડા દ્વારા ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ સહિતનાઓને ફરિયાદ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
ભાજપે આરોપ પાયા વિહોણા ગણાવ્યા
જ્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના આરોપને ખોટા ગણાવ્યા છે. જેન સાથે જ ભાજપ પ્રમુખે જણાવ્યું કે, કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. તેમજ યાર્ડનો શેડ ભાડે ચલાવવા માટે આપ્યો છે. આ સાથે જ યાર્ડના શેડના રૂ. 3500 ભર્યા હતા. જેથી આચાર સંહિતા ભંગની કોઈ ફરિયાદ જ બનતી નથી.









