• જૂથવાદ, આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ
  • જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મેદાને
  • શક્તિસિંહની સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે

રાજકોટ લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસનું મનોમંથન શરૂ થયુ છે. જેમાં જૂથવાદ, આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ થઇ રહ્યો છે. જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મેદાને છે. તેમાં શક્તિસિંહની સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજાશે.

શહેર અને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે

[[$googlead]]

શહેર અને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે. બેઠકમાં વિખવાદ શાંત પાડવા પ્રયાસો કરશે. તેમજ બેઠક બાદ રાજકોટ સીટ માટે ઉમેદવારની પસંદગી થશે. 24 બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં છે. તેમજ હાથ સે હાથ મિલાવો કાર્યક્રમમાં હાજરી આપી છે. રાજકોટ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ સાથે પ્રાથમિક બેઠક કરી છે.

[[$alsoread]]

રાજકોટ સીટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

શહેર કોંગ્રેસમાં વિખવાદ હોવાના કારણે પ્રદેશ અધ્યક્ષે રાજકોટની મુલાકાત લીધી છે. જેમાં આજે શહેર અને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં બેઠકમાં વિખવાદ શાંત પાડવા પ્રયાસો કરશે. તથા બેઠક બાદ રાજકોટ સીટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. 

  • Follow us on: