સુરત શહેરમાં આરટીઆઈ તોડકાંડમાં પોલીસે સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ધરપકડ કરી છે,જેમાં પોલીસે અવધેશ ઉર્ફે દાઢી શીવદેવસિંહ રાજપૂતની ધરપકડ કરી છે,પૂર્વ કોર્પોરેટરની પૂછપરછમાં અવધેશનું નામ ખુલ્યું છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે,પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની પૂછપરછમાં ખુલાસો થયો છે જેમાં આરોપી પ્રકાશ દેસાઈ હાલ લાજપોર જેલમા બંધ છે,ઉધના પોલીસે ખંડણી પ્રકરણમાં કરી ધરપકડ.


[[$googlead]]

બાંધકામ ગેરકાયદે હોવાનું કહી RTI કરી હતી

સુરત શહેરમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના કેસમાં વધારો થયો છે જેમાં કોંગ્રેસના નેતાએ પણ પૂર્વ કોર્પોરેટર સાથે સાઠગાંઠ રાખીને તોડ કર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે,જયસુખ કથીરીયાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને બોલાવી પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કોંગ્રેસી નેતાએ ખંડણી માંગી હતી.

[[$alsoread]]

સાપ્તાહિક ન્યૂઝ પેપરનું લાઈસન્સ લઈ તોડબાજી કરનારાનું રજિસ્ટ્રેશન રદ કરો

સાપ્તાહિક, પાક્ષિક અને માસિક ન્યૂઝ પેપરનું લાઈસન્સ મેળવ્યા બાદ RTIનો હથિયાર તરીકે ઉપયોગ કરી બાંધકામ સહિતના પ્રશ્નો મુદ્દે શહેરના નાગરિકોને રંજાડતા તોડબાજો સામે સખતાઈથી કાર્યવાહી કરવા સંકલનમાં અવાજ ઉઠાવાયો હતો. ન્યૂઝ પેપરમાં ફોટા છાપી બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી ખંડણી વસૂલતા આવા તોડબાજોના ન્યૂઝ પેપરનું લાઈસન્સ રદ કરવા સાથે સરકારનો એક્રેડેશન કાર્ડ પણ જપ્ત કરવા ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. આ સાથે જ ધારાસભ્યે કેટલાક ન્યૂઝ પેપરના નામનું લિસ્ટ આપી તેઓનું રજિસ્ટ્રેશન રદ કરવા RNI સાથે પત્રવ્યવહાર કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.

ધારાસભ્ય અરવિંદ રાણાએ આ લિસ્ટ સંકલનમાં આપ્યું

૧. સુરેશ રજનીભાઈ પટેલ

૨. મુસ્તાક હુસૈન બેગ

૩. કિશોર હિમતભાઈ ઈસામલિયા

૪. ઝહીરખાન ઝમશેરખાન પઠાણ

૫. હબીબબુર રહેમાન ઉર્ફે હબીબ અબ્દુલગની સૈયદ

૬. સચિન પટેલ

૭. ફિરોઝ વાય

RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે અવાજ ઉઠાવ્યો હતો

સુરત જિલ્લા કલેક્ટર સૌરભપારઘીના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન ગેરહાજર ધારાસભ્યોના પ્રશ્નો પર ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે સંકલન બેઠકમાં હાજર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ખાનગી મિલકતોની માહિતી મેળવી પેપરમાં ફોટો છાપી બાંધકામ તોડાવી નાંખવાની ધમકી આપી રૂપિયા પડાવતા RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે અવાજ ઉઠાવ્યો હતો. શહેરના નાગરિકોને ધમકી આપી રૂપિયા પડાવતા તત્ત્વોને કોઈપણ ભોગે સાંખી નહીં લેવા જણાવ્યું હતું.ધારાસભ્યે આવા ન્યૂઝ પેપર ધરાવતા ઈસમોનું લાઈસન્સ રદ કરવા ભલામણ કરી હતી. તેઓની સામે નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જ્યારે શહેરના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણીએ તાપીનદીની બંને કાઠે આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ભલામણ કરી હતી.

 

  • Follow us on: