• 30 વર્ષમાં પેપર ફોડનારને તંત્ર કેમ સજા નથી આપી શક્યું તે સવાલ ઊભો થાય છે : ઠાકોર
  • યુવરાજસિંહને પૈસા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત : ઠાકોર
  • પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ દાખલ થઈ

યુવરાજસિંહ જાડેજાને હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, યુવરાજસિંહને રૂપિયા લેવા હોત તો પહેલા જ લઈ લીધા હોત. આ સાથે તેમણે કહ્યું કે, પૂર્વ શિક્ષણ મંત્રી અને અસિત વોરાનું નામ આવ્યું એટલે યુવરાજસિંહ પર ફરિયાદ થઈ. મહત્વનું છે કે, ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

જગદીશ ઠાકોરનું યુવરાજસિંહને લઈ મોટું નિવેદન

[[$googlead]]

કોંગ્રેસ પ્રદેખ પ્રમુખ જગદીશ ઠાકોરનું યુવરાજસિંહને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે ભાવનગરમાં યુવરાજસિંહની અટકાયત બાદ જગદીશ ઠાકોરે તેમણે સમર્થન આપ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે યુવરાજસિંહે જે કાગળ આપ્યું તે પોલીસ ચેક નથી કરતી તો તપાસ કેવી રીતે કરી? તેમણે કહ્યું કે, પોલીસ ભાજપ સામે અવાજ ઉઠાવનારાને દબાવવા માંગે છે પણ આ લડાઈ રોકાશે નહીં. તંત્ર 30 વર્ષમાં પેપર ફોડનારાને સજા કેમ ન આપી શક્યું તે મોટો સવાલ છે. નક્કી કરેલી સ્ક્રિપ્ટની ફરિયાદ નોંધી ભાજપની સામે અવાજ ઉઠાવનારને દાબવા માંગો છો. બોવ પાપ ભેગુ થાય ત્યારે તેનો વિસ્ફોટ સત્યાનાશ કરે છે.

[[$alsoread]]

જાણો સમગ્ર મામલો

9 કલાકથી યુવરાજસિંહની પુછપરછ કરાઇ રહી હતી. યુવરાજસિંહ સાથે કોઈને જવાની પરવાનગી આપવામાં આવી નથી. ફક્ત પોલીસ અધિકારીઓને જ કચેરીમાં પ્રવેશ મળી શકશે. આ સાથે વિદ્યાર્થી નેતાઓને પણ જતા અટકાવાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સમક્ષ હાજર થતા પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજ સિંહે કહ્યું કે આ કેસમાં ઘણા લોકો બચવા માંગે છે, એમાં અનેક પૂર્વમંત્રીઓના નામ પણ સામેલ છે. અનેક લોકો આ કૌભાંડને દબાવવા માંગે છે. મેં કોઈ રૂપિયા લીધા નથી. કોઈ આર્થિક વ્યવહાર મારા નામે થયો નથી. મારું સમન્સ નીકળે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળે. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે ખુલાસો કર્યો છે. મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. આરએમ પટેલનું નામ પણ યુવરાજ સિંહે લીધું છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે. તેઓએ એમ પણ કહ્યું કે આજ નહીં તો કાલ મને પતાવી દેવામાં આવશે.

  • Follow us on: