ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. અમદાવાદમાં 2 દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આજે કોંગ્રેસના અધિવેશનની પ્રથમ બેઠક મળશેય સરદાર સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળશે. વર્કિંગ કમિટીની બેઠકમાં દેશની હાલની પરિસ્થિતિ પર મંથન કરવામાં આવશે. વર્કિંગ કમિટી મેમ્બર સહિતના સભ્યો બેઠકમાં હાજર રહશે.


રાષ્ટ્રીય અધિવેશન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને હાલમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવશે. દરેક રાજ્યોના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેશે. સાંજે 5 વાગ્યે ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. પ્રાર્થના સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજરી આપશે. ગાંધી આશ્રમમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 9 એપ્રિલે 2 હજાર આગેવાનો અધિવેશનમાં હાજર રહેશે તેવી સંભાવના છે. વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દેશની હાલની પરિસ્થિતિ પર મંથન કરશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના સિનિયર નેતાઓ આજે અમદાવાદ આવશે. 2 દિવસ દરમ્યાન દેશભરમાંથી કોંગ્રેસના 2000થી વધુ નેતાઓ અમદાવાદ આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AICC અધિવેશન
AICC અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે. અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય અધિવેશનમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, દિગ્વિજયસિંહ, મલ્લિકાર્જુન ખડગે અને કે.સી.વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓ 7 એપ્રિલના રોજ અમદાવાદ પંહોચ્યા હતા. આજે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવશે. કોંગ્રેસનું અધિવેશન ભાજપના ગઢમાં પેસરો નાખવાના પ્રયાસરૂપે દેખાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં કારમી હાર આપ્યા બાદ કોંગ્રેસ હવે ભાજપને હરાવવા ગુજરાત તરફ નજર કરી છે. ગુજરાતમાં હાર આપી ભાજપને પછાડવાના કોંગ્રેસે પ્રયાસ શરૂ કરતા અમદાવાદમાં અધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
  • Follow us on: