- વિધાનસભા નિયમ 52 મુજબ ઋષિકેશ પટેલે કરી હતી દરખાસ્ત
- બજેટ સત્ર માટે તમામ કોંગી ધારાસભ્યો સસ્પેન્ડ
- વિધાનસભા બજેટ સત્ર 29મી માર્ચ સુધી ચાલશે
રાહુલ ગાંધીની સદસ્યતા સંસદમાંથી રદ્દ થઇ છે તેને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પોસ્ટર બતાવી વિરોધ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડા પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા. સી.જે .વડા, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર, અમિત ચાવડા સહિતના ધારાસભ્યો ગૃહમાં આવ્યા હતા. કામગીરી શરુ થતા જ અમિત ચાવડા ઉભા થયા હતા અને ગેનીબેને સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર બતાવ્યા હતા. વિધાનસભા ગૃહમાં વેલમાં આવીને સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદદ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના નેતાઓને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાના પહેલાં સમાચાર આવ્યા હતા. કોંગ્રેસના સભ્યો વિરોધ કરી રહ્યા હતા. વિધાનસભા ગૃહમાં લોકશાહી બચાવો, મોદી-અદાણી ભાઇ-ભાઇના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. ત્યારે હવે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે એક પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભા નિયમ 52 મુજબ ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે ધ્વનિમતથી કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કર્યા છે.
ગૃહમાં કોંગ્રેસ વિરોધ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં સત્રાંત્ત સુધી કોંગ્રેસના ધારાસભ્યો ને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી હતી અને કેબિનેટ મંત્રી બેલવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે પ્રશ્નોત્તરી કાળ સમગ્ર રાજ્યના પ્રશ્નો પર ચર્ચા થાય છે અને કોંગ્રેસના સભ્યોના પ્રશ્નો હતા. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહેલે થી જ નક્કી કરીને આવ્યા હતા અને આવી સૂત્રોચાર કરવા લાગ્યા હતા અને ગુજરાત ને ગેરમાર્ગે દોરવા સુત્રોચ્ચાર કર્યા હતા.
રાહુલના સવાલથી સરકારના પેટમાં તેલ રેડાયુઃ ચાવડા
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે યુવાનો, ખેડૂતો, મહિલાઓ માટે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા. સરકારને સવાલો પૂછ્યા એટલે સદસ્યતા રદ્દ થઇ. લૂંટ ચલાવવામાં આવે છે અને સરકાર ચૂપ છે. રાહુલના સવાલથી સરકારના પેટમાં તેલ રેડાયુ. અદાણીની કંપનીઓમાં કોના નાણાં છે? આ પ્રશ્નોની ચર્ચા કરવા માગે તો કોંગ્રેસને બોલવા નથી દેવાતી. ખોટા કેસ કરાય, કોર્ટમાં ખોટી કાર્યવાહી ફોલો થાય. સાવરકરે અંગ્રેજોની લેખિત માફી માગી હતી. ગાંધી ક્યારેય અંગ્રેજો સામે નહોતા ઝુક્યા. અમે નવા અંગ્રેજો સામે નહીં ઝુકીએ. બહુમતીના જોરે જેમ લોકસભામાં અવાજ દબાવવામાં આવી રહ્યો છે તેમ વિધાનસભામાં પણ અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આઝાદી પહેલાં મહાત્મા ગાંધી લડતા હતા આજે રાહુલ ગાંધી દેશ નાં 130 કરોડ લોકો નો અવાજ બનવા પ્રયાસ કરે છે. હદ તો ત્યારે થાય દેશ નાં લાખો lic પોલિસી ધારકો ખાતા ધારકો ની બચત સરકારની સૂચનાથી અદાણીની ફ્રોડ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. પીએમનાં મિત્ર હોવાના કારણે વિદેશ લઇ જાય મનગમતા પ્રોજેક્ટ આપવામાં આવે મિત્ર કાળ માં મિત્રોને પ્રોપર્ટી આપવામાં આવી રહી છે. દેશના લોકોને ચિંતા હોય 20 હજાર કરોડ અદાણીની શેલ કંપનીમાં રૂપિયા કયાંથી આવ્યા?
લોકસભામાં વિપક્ષના નેતા કાળા કપડાં પહેરી પહોંચ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થયા બાદ રાજકીય સંઘર્ષ ચાલુ છે. એકજૂટ વિપક્ષે આ મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના તમામ સાંસદો કાળા કપડા પહેરીને સંસદ ગૃહમાં પહોંચ્યા હતા. સોનિયા ગાંધી પણ બ્લેક બોર્ડરની સાડી પહેરીને પહોંચ્યા હતા. ગૃહની શરૂઆત થતા જ અદાણી અને રાહુલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ બંને ગૃહ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાહુલની સદસ્યતા રદ કરવાના લોકસભા સચિવાલયના નિર્ણયનો વિરોધ કરવા સાંસદ કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.









