• મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દારૂ સાથે ઝડપાયા

  • બોલેરો કારમાંથી 7.65 લાખના દારૂ સાથે એક શખ્સની પણ ધરપકડ
  • શખ્સની પૂછપરછ કરતા દારૂ મેઘના પટેલે મંગાવ્યો હોવાનો ખુલાસો

સુરત શહેરમાં કોંગ્રેસના મહિલા નેતા દારૂ સાથે ઝડપાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મેધના પટેલની પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે. આ સાથે જ તેમની સાથે કારમાં બેસેલા અન્ય એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સુરત શહેર પોલીસે બોલેરો કારમાં દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. યુવકની પૂછપરછ કરતા તેની પાસેથી ઝડપાયેલો દારૂ કોંગ્રેસ નેતા મેધના પટેલે મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે બોલેરો કાર સાથે 7 લાખ 65 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. હાલ ઉમરા પોલીસે કોંગ્રેસના મહિલા નેતા મેઘના પટેલ સહીત કુલ બે લોકોની ધરપકડ કરી છે.

[[$googlead]]

[[$alsoread]]

  • Follow us on: