દાહોદમાં કોન્સ્ટેબલ રૂપિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયો છે,કોન્સ્ટેબલ રમેશ વાઘમસી લાંચ લેતા રંગેહાથ પકડાયો હોવાથી અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે,અરજીના નિકાલ માટે રૂપિયા. 5 હજારની લાંચ માંગી હતી અને રકઝક બાદ રૂપિયા 3 હજાર નક્કી કરાયા અને પંચમહાલ ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી પાડયો છે.એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ લાંચ લેતા ઝડપાયો હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

જાણો કોણ છે આરોપી

રમેશભાઇ મગનભાઇ વાઘમસી ઉવ.૩૧ ધંધો-નોકરી પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩ હાલ રહે. લક્ષ્મીનગર મકાન નંબર ૨૪૩ રળીયાતી તા.જી.દાહોદ મુળ રહે.મોટાઆસરાણા તા.મહુવા જી.ભાવનગર

[[$alsoread]]

ટ્રેપની તારીખ :- તા.૦૮/૦૩/ર૦રપ

લાંચની માંગણીની રકમ :- રૂ.૩૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૩૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૩૦૦૦/-

ટ્રેપનુ સ્થળ :- દાહોદ ટાઉન એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે સરેઆમ તા.જી.દાહોદ.

જાણો કેમ માંગી હતી લાંચ

આ કામના ફરીયાદીના વિરૂધ્ધની અરજીના નિકાલ માટે આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા પ૦૦૦/- ની લાંચની માંગણી કરેલી જેથી ફરીયાદીએ કહેલ હાલ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી. જેથી આરોપીએ રૂપિયા ૩૦૦૦/- આપી દે તેમ જણાવેલ જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાતી ફરીયાદીએ આ અંગે ફરીયાદ જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફરીયાદી સાથે પંચ-૧ ની હાજરીમા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

  • Follow us on: