અમદાવાદમાં ઉનાળાની સિઝનમાં કેરીનો રસ ખાવો ભારે પડી શકે છે. શહેરમાં બોપલ વિસ્તારમાં કેરીનો તૈયાર રસ ખરીદ્યા બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. દુકાનમાંથી ખરીદેલો રસ ખરાબ હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ ગ્રાહકે તંત્રને કેરીનો રસ ખરાબ હોવાની ઓનલાઈન ફરિયાદ કરી હતી. કેરીનો રસ વેચનાર દુકાનદારે ગ્રાહકનો આક્ષેપ ફગાવી દીધો હતો.


[[$googlead]]

મહાનગર પાલિકાના ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત એક દુકાનમાંથી ગ્રાહકે તૈયાર કેરીનો રસ ખરીદ્યો હતો. આ રસ ખરીદ્યા બાદ તે ખરાબ હોવાની ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી.ગ્રાહકે કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગ્રાહક દ્વારા કેરીનો રસ ખરાબ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ દુકાનદાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રાહક અમારા ત્યાંથી કેરીનો રસ ટેસ્ટ કરીને લઈ ગયા હતાં. આ ઘટનામા રસ ખરીદનાર ગ્રાહકે દુકાનદાર સામે અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી.

[[$alsoread]]

ઉનાળાની સિઝનમાં કેરીનો રસ અને શિખંડની વધારે ડિમાન્ડ

અમદાવાદમાં અખાદ્ય જથ્થો વેચતા વેપારીઓ સામે ફૂડ વિભાગ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં કેરીનો રસ અને શિખંડની વધારે ડિમાન્ડ હોવાથી ફૂડ વિભાગ દ્વારા આ ચીજો વેચતા વેપારીઓને ત્યાં જઈ સેમ્પલ લેવામાં આવે છે. જો તે અખાદ્ય હોય તો તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમજ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવે છે. અમદાવાદના બોપલમાં ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલો કેરીનો રસ ખરાબ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ગ્રાહકે મહાનગર પાલિકાના ફૂડ વિભાગને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી.

  • Follow us on: