• ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો
  • વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોને નુકસાન થયુ
  •  હોસ્ટેલ બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નમાઝ પઢતા સમયે વિવાદ થયો હતો. તેમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી થઇ છે. તેમજ હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. ટોળાએ હોસ્ટેલમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની ઘટનાની ગંભીરતાને જોતાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ પણ રદ્દ કરીને તાત્કાલિક પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જે સાથે જ હોસ્પિટલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓના અંગે પણ માહિતી માંગવામાં આવી છે. 

[[$googlead]]

વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોને નુકસાન થયુ

[[$alsoread]]

હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી છે. તથા વિદ્યાર્થીઓના વાહનોમાં તોડફોડ કરી સામે સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા SVPમાં ખસેડાયા છે. જેમાં NRI વિદ્યાર્થીઓના નમાઝ પઢતા સમયે વિવાદ થયો હતો. હુમલામાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ઇજાગ્રસ્ત NRI વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્ટેલના બે બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ, વાહનોને નુકસાન થયુ છે. ત્યારે હોસ્ટેલ બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.

જાણો શું હતી સમગ્ર ઘટના:

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. નારા સાથે ટોળું હોસ્ટેલમાં આવ્યુ હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થર મારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી નાગરિકોની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે. ત્યાંના રેકટર પણ ઊંઘતા ઝડપાયા છે. તમામની હાજરીમાં વિદ્યાર્થીઓને બેફામ રીતે માર મારવામાં આવ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  • Follow us on: