ગોંડલમાં અલ્પેશ કથીરિયાના આગમનથી વાતાવરણ ગરમ બન્યું છે જેમાં અલ્પેશ કથીરિયાના વિરોધ માટે ગણેશ જાડેજા રસ્તા પર ઉતર્યા છે,ગણેશના સમર્થકોએ અલ્પેશના કાફલા પર હુમલો કરી કારના કાચ તોડયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,ગણેશ જાડેજાનું કહેવું છે કે,ગોંડલની જનતા અમારી સાથે છે અને અમે અમારો વિરોધ નોંધાવી રહ્યાં છીએ,તો ગણેશ જાડેજાએ તોડફોડને શાંતિપૂર્ણ વિરોધ ગણાવ્યો છે.


[[$googlead]]

રાજકોટના ગોંડલમાં જાતિવાદને લઇ વાતાવરણ ઉગ્ર

ગોંડલમાં જાતિવાદીના ઝેરથી વિવાદ વકર્યો છે,જેમાં ગણેશ ગોંડલની દાદાગીરી સામે પાટીદાર યુવાનોએ મોરચો કાઢયો છે,અલ્પેશ કથીરિયાને સ્થાનિક પાટીદાર યુવાનનું સમર્થન મળ્યું છે તો સરદાર ચોકમાં પાટીદારોએ જય સરદારના નારા લગાવ્યા છે અને ગણેશ ગોંડલના પડકાર બાદ પાટીદાર યુવાનો ગોંડલમાં પહોંચ્યા છે,પાટીદારો ગોંડલ પહોંચતા ગણેશના ગુંડાઓની દાદાગીરી સામે આવી છે અને હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે,પાટીદાર યુવાનોનું કહેવુ છે કે,ધોકા અને પથ્થરો વડે કાફલા પર હુમલો કરાયો છે.

[[$alsoread]]

પોલીસની હાજરીમાં ગણેશના ગુંડાઓ બેફામ !

હાલમાં ગોંડલમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે,ગોંડલના સમર્થકો પણ રોડ પર ઉતરીને વિરોધ કરી રહ્યાં છે,ગણેશના ગુંડાઓએ કારના કાફલા પર લાકડીઓ વરસાવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે,પથ્થરથી હુમલો કરતા 7થી વધુ ગાડીઓના કાર તૂટ્યા છે,ગોંડલમાં પાટીદાર યુવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને ફૂલહાર કર્યા છે અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.

 

  • Follow us on: