- ગોત્રી રોડ ખાતે આયોજિત માઁ ગુરુકૃપાના ગરબા
- ગરબામાં ફાઇનાન્સ ગેર હિંદુઓનું છે અથવા આયોજનમાં તેઓ સામેલ છે
- ગરબાના આયોજકોએ હોર્ડિગ્સ દુર કરી દીધા
શહેરના ગોત્રી રોડ પર કોલેબરા કોલ સેન્ટરની પાછળ આવેલા કોર્પોરેશનના મેદાનમાં યોજાનાર માં ગુરૂકૃપા ગરબાની જાહેરાતમાં ગેર હિંદુની માલિકીના પ્રોડક્શન હાઉસનો લોગો છપાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક કાઉન્સિલરે આક્ષેપ કર્યો છે કે, ગરબામાં ફાયનાન્સ ગેર હિંદુઓનું છે અથવા આયોજનમાં તેઓ સામેલ છે. જેથી તેમને દુર કરવામાં નહીં આવે તો ગ્રાઉન્ડની મંજૂરી રદ કરાવવા સુધીની અમારી તૈયારી છે.
ગોત્રી રોડ પર ઈલેક્શન વૉર્ડ નં.10ની હદમાં આવેલું કોર્પોરેશનનું મેદાન એક રૂપિયાના ટોકન ભાડેથી તાતી ટેક સોલ્યુશનના મૌસમી ગોસ્વામીને આપવામાં આવ્યું છે. જ્યાં તેમણે નવરાત્રી દરમિયાન માં ગુરૂકૃપા નામથી ગરબાનું આયોજન કર્યું છે. ગરબાની જાહેરાત કરવા માટે આયોજકોએ અલગ - અલગ જગ્યાઓ પર હોર્ડિગ્સ પણ લગાવ્યા છે. જેમાં હોર્ડિગ્સમાં ખત્રી ફિલ્મ પ્રોડક્શનનો લોગો હતો. જેની કેટલાક લોકોએ તપાસ કરતાં ખત્રી ફિલ્મ પ્રોડ્કશનનો ઓનર હિંદુ હોવાની જાણ થઈ હતી. આ વાત સ્થાનિક કોર્પારેટર નીતિન દોંગા સુધી પહોંચી હતી. તેમણે પણ ખાત્રી કર્યા બાદ ગરબાની જાહેરાતમાં પ્રોડ્કશનનો લોગો છાપવાને લઈ વિરોધ કર્યો હતો.










