- રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય
- ધડાકાભેર કુકર ફાટતા આસપાસના લોકોમાં ફફડાટ
- ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
વડોદરાના નવાપુરામાં કુકર ફાટ્યુ છે. જેમાં કુકર ફાટતા 2 મહિલાઓ ઘાયલ થઇ છે. તેમાં રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય થતો હતો તેમાં આ ઘટના બની છે. ધડાકાભેર કુકર ફાટતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તથા ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.
રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ચાલતો
શહેરના નવાપુરા ખારવા વાડ ખાતે કુકર ફાટતા બે મહિલા ઘાયલ થઈ છે. જેમાં રેસીડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ચાલતો હતો. તેમાં રેસીડેન્સીયલ વિસ્તાર હોવા છતાં મહિલા કેટરીંગનો વ્યવસાય કરતી હતી. જેમાં ધડાકાભેર કુકર ફાટતાં એક કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો. તેથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાએ ઘરની બહાર જ ગેસ સિલિન્ડરોની બોટલો મુકી રાખી હતી. જો સિલેન્ડર ફાટ્યા હોય તો મોટી હોનારત સર્જાવાની શકયતાઓ રહેલી હતી.
ઘટના બનતા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો
ઘટના બનતા ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફાયર બ્રિગેડને કોલ મળતા જ જવાનો દોડી આવ્યા હતા. તેમજ બંને ઘાયલ મહિલાઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાઈ છે. જ્યા મહિલાઓની હાલત સ્થિર છે.