ગુજરાતમાં એક પછી એક કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. ત્યારે આજે એક જ દિવસમાં રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના ઘણા નવા કેસો સામે આવ્યા છે. રાજકોટમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં વધુ 17 કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના 17 કેસ સામે આવ્યા
અમદાવાદમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે એક જ દિવસમાં કોરોનાના નવા 17 કેસ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા હતા જેમાંથી 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ અમદાવાદમાં 76 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે.
શહેરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા
રાજકોટમાં આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે જેમા એક મહિલા અને એક પુરુષ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. શહેરના શિવપાર્ક, ગોવિંદ નગર , શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. હાલ ચારે દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. પહેલા કેસમાં પણ ટ્રાવેલ્સ હિસ્ટ્રી વગર જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે. સાથે જ 20 બેડની પણ ઓક્સિજન સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.









