ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એક પછી એક શહેરોમાંથી દરરોજ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ફરી 1 નવજાત બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સોલા સિવિલમાં બાળકી સારવાર હેઠળ છે.


[[$googlead]]

અમદાવાદમાં 1 દિવસની બાળકીને કોરોના

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે, એક પછી એક કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તેથી કોરોનાના વધતા કેસમાં બાળકોને સાચવજો કારણ કે 1 દિવસની બાળકીને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકી કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ બાળકી સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

[[$alsoread]]

નડિયાદમાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગઈકાલે નડિયાદમાં કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. નડિયાદના પીજ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, ડાકોર રોડ અને કનીપુરા વિસ્તારમાંથી આવ્યા કોરોના પોઝિટિવ કેસ તો તમામ ચાર દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 1 વર્ષની બાળકી, 25 વર્ષીય, 18 વર્ષીય અને 34 વર્ષીય યુવક આવ્યા કોરોના પોઝિટિવ તો નગરપાલિકાની ટીમ દ્વારા તમામને ઘરમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

સુરતમાં કોરોનાના કેસમાં થયો વધારો

સુરતમાં પણ કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. નાનપુરાના 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો વૃદ્ધાને હોમ આઇસોલેશનમાં રખાવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં સુરતમાં 7 કોરોના કેસ પોઝિટિવ સામે આવતા લોકોમાં વધુ મહામારી ફેલાય તેવો ભય છે. હાલ બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા.


  • Follow us on: