રાજ્યમાં હાલ કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધવામાં આવ્યા છે. તો કોરોનાના 508 એક્ટિવ કેસ છે. તો આ તરફ, 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને બીજી તરફ, 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સરકારે કોરોનાથી બચવા માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. અને જનતાને સતર્ક રહેવા જણાવ્યુ છે. આ ઉપરાંત કામ વિના ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અપીલ કરાઇ છે.


[[$googlead]]

કોરોનાનો પગ પેસારો

રાજ્યમાં કોરોના કેસની વધી રહેલી સંખ્યા ચિંતાનો વિષય છે. સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે. અમદાવાદની અસરવા સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ભીડવાળા વિસ્તારમાં માસ્ક પહેરીને જવુ, લોકો સાથે અંતર રાખી વાતચીત કરવી વગેરે જેવા સૂચનો સરકારે કર્યા છે. ત્યારે આ કોવિડ લહેરથી બચવા માટે ગાઇડ લાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.

[[$alsoread]]

એક્ટિવ કેસથી વધી ચિંતા

છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાતા તબીબી સારવાર તેજ કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ કોરોનાના 508 એક્ટિવ કેસ છે. જેના પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. તો એ સિવાય 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્ય છે. કોરોના લહેર ફરી હાહાકાર સર્જે તે પહેલા અગમચેતીના પગલા સ્વરૂપે તકેદારી રાખવી જરુરી છે. 

  • Follow us on: