- હોસ્પિટલ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ
- OPDમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિતના 2૦૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે આવ્યા
- દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર
સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. આ સાથે સીઝનલ ફ્લુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે નવી સિવિલમા ટીબી વિભાગની OPD માં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 2૦૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવા સંજોગોમાં નવી સિવિલ ખાતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફુલના દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
OPDમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિતના 2૦૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે આવ્યા
સુરત સહિત ગુજરાતમાં સીઝનલ ફૂલના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે સરકારની ચિંતા વધતા બે દિવસ પહેલા રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો વચ્ચે સુરત નવી સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલના અધિકારી અને ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સમાં જોડાઈને ચર્ચાઓ કરી હતી કે H1N1 એટલે સ્વાઇન ફ્લુ રિપોર્ટ નેગેટિવ આવેલો હોય તે દદીને H3N2નો સંભવિત કેસ હોવાની શક્યતા દર્શાવી હતી. જોકે સીઝનલ ફ્લૂ દદીને તકલીફ ના પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલિંડગમાં સીઝનલ ફ્લૂ દદીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ
જોકે તમામ બેડ પર ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે. સિવિલના ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારુલ વડગામાએ જણાવ્યું હતું કે અગાઉ શરદી, ખાંસી જેવી તકલીફ સાથે OPD માં રોજના 100 થી 115 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પણ હાલમાં રોજના અંદાજિત 200 દર્દીઓ આ પ્રકારની તકલીફ સાથે આવી રહ્યા છે. જયારે H3N2ના રોગના સંક્રમિત બને. તેના એક દિવસ પહેલાથી પછીના પાંચ દિવસ સુધી સંક્રમિત વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જેથી ચેપ નહીં ફેલાઈ તે માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. એવુ તેમણે વધુમાં કહ્યુ હતુ.









