• સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓનો વધારો થયો
  • મંગળવાર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા
  • શહેરમાં ઋતુગત બીમારીઓના કેસમાં વધારો થયો

ગુજરાતમાં કોરોનાએ ઝડપ વધારી છે. જેમાં JN.1ના સૌથી વધુ કેસ આવતા ચિંતા વધી છે. તેમજ અમદાવાદની સોલા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇ તૈયારીઓ શરૂ કરાઇ છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓનો વધારો થયો

સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓનો વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુ, શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થતા ચિંતા વધી છે. ડેન્ગ્યુના હાલ બે દર્દી હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાના શંકાસ્પદ કેસને લઈ કોવિડ ટેસ્ટ શરૂ કરાયા છે. તબીબોને કોવિડને લઈ તકેદારી રાખવા સૂચના આપી છે. ઓક્સિજન ,વેન્ટિલેટર, કોવિડની દવાઓની વ્યવસ્થા કરાઇ છે. કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન-પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

મંગળવાર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા

મંગળવાર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

શહેરમાં ઋતુગત બીમારીઓના કેસમાં વધારો થયો

એક તરફ વધતો કોરોના બીજી તરફ વધતી ઋતુગત બીમારી જેમાં શહેરમાં ઋતુગત બીમારીઓના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલમાં ઋતુગત બીમારીથી ઓપીડીમાં દર્દીઓનો ધસારો થયો છે. સરકારી ઓપીડીની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડીમાં 1300ને પાર દર્દીઓનો આંક પહોંચ્યો છે. ડેન્ગ્યુ, શરદી ,ખાંસી સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 30 દર્દીઓ એડમિટ કરવાની ફરજ પડી છે. જ્યારે ડેન્ગ્યુના હાલ બે દર્દી હોસ્પિટલમાં એડમિટ છે. 

  • Follow us on: