અમદાવાદના વસ્ત્રાલ એસપી રીંગરોડ પર ટ્રકની અડફેટ દંપતીનું મોત થયું છે,જેમાં દર્શન કરી પરત ફરી રહેલા દંપતીને ટ્રકે અડફેટે લીધા હતા અને તેમનું મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યો છે,સાથે સાથે આઈ ડિવિઝન ટ્રાફિક પણ તપાસ કરી રહ્યું છે,દંપતી દર્શન કરીને બાઈક પર આવી રહ્યું હતુ.
અકસ્માતમાં દંપતીનું મોત
વસ્ત્રાલ રીંગરોડ પર આમ પણ ટ્રાફિકની સમસ્યા છે,સવાર-બપોર-સાંજ કોઈ પણ સમયે ટ્રાફિકની સમસ્યા જોવા મળે જ છે,ત્યારે આવી ઘટના આજે સવારે બની હતી જેમાં વાંક વગર દંપતી મોતને ભેટયું હતુ દંપતીને કોઈ સારવાર મળે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા જયારે રામોલ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કરી છે,ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને રોડ પર ઉતરી ગયો હતો તો સ્થાનિકોએ ભેગા મળીને ત્યાંજ તેને ઝડપી લીધો હતો.
પોલીસે પરિવારનો સંપર્ક કર્યો
સમગ્ર ઘટનાને લઈ પોલીસે પરિવારનો સંપર્ક કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,ત્યારે આગામી સમયમાં અન્ય સીસીટીવીની મદદ પણ લેવામાં આવશે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે.
રીંગરોડ પર ભારે ટ્રાફિક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલે કે વસ્ત્રાલમાં રોજ સાંજે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે,રોડ પર ટ્રાફિક પોલીસે બે રોડની કટ બંધ કરી દેતા આ પરિસ્થિતિનું સર્જન થયું છે,આ ટ્રાફિક એટલી હદે થાય છે કે અંદર કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ હોય છે તો તેને પણ બહાર નીકળવાની જગ્યા મળતી નથી તો ભારે વાહનો હોવાથી બે-ત્રણ કિમી સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે,સ્થાનિકોને પણ કટ બંધ હોવાથી બે-ત્રણ કિમી ફરીને જવાનો વારો આવ્યો છે,ટ્રાફિક પોલીસના પીઆઈ તેમજ ડીસીપી સાહેબ જરા આ સમસ્યાનું નિરાકરણ લાવો તો શહેરીજનોના આશીર્વાદ મળશે અને ટ્રાફિકની સમસ્યા થોડી હલ થશે.
પાંજરાપોળ ચાર રસ્તાનો કટ બંધ
સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો રોજ સાંજના 7 થી રાતના 10 વાગ્યા સુધી આવી જ રીતે ટ્રાફિક જામ સર્જાય છે જેના કારણે ઓફીસથી છૂટીને ઘરે જતા લોકોને એક-એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેવું પડે છે સાથે સાથે જે લોકો પાસે કાર છે તે લોકોને તો એક કલાક કરતા વધારે સમય સુધી ટ્રાફિકની બહાર નીકળતા લાગે છે,પોલીસમાં ફરજ બજાવતા ટ્રાફિકના કોન્સ્ટેબલો પણ આ સમસ્યાથી કંટાળી ગયા છે પરંતુ અધિકારીઓએ રોડની કટ બંધ કરી દીધી તેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થાય છે,ત્યારે વસ્ત્રાલના સ્થાનિકોનું કહેવું છે કે રોડ પર તો ટ્રાફિક સર્જાય છે પરંતુ લોકો ટ્રાફિકથી બચવા સર્વિસ રોડ પર ઘુસી જાય છે જેના કારણે પણ ટ્રાફિક સર્જાય છે.









