- 3 ગુના નોંધાયા હોવાથી કરવામાં આવી પાસા
- ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ 3 ગુના નોધાયા હતા
- જુનાગઢ પોલીસ દ્વારા કરાઈ હતી પાસાની દરખાસ્ત
છેલ્લા થોડાં દિવસોથી જેલમાં બંધ અને વિવિધ ભડકાઉ ભાષણના કારણે ગુજરાતની વિવિધ જેલમાં રહેલા મૌલાના અઝહરીને આખરે રાહત મળી હતી પરંતુ હવે તેના પર પાસા લાગ્યો છે. જેમાં પાસપોર્ટ જમા, હાજરી સહિતની શરતે જામીન મંજૂર થયા છે. મોડાસામાં ભડકાઉ ભાષણ આપતા ફરિયાદ નોંધાઈ છે. 24 ડિસેમ્બરે ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.
અઝહરી પર પાસા લાગશે
મૌલાના અઝહરીની મુશ્કેલી વધી રહી છે. જેમાં સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ3 ગુના નોંધાયા હોવાથી કરવામાં પાસા કરવામાં આવી છે. છેલ્લા થોડાં જ સમયમાં ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ 3 ગુના નોંધાયા હતા. જેના માટે જુનાગઢ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરાઈ હતી.
પાસાનો કાયદો શું છે?
1985 ના વર્ષમાં પાસાનો કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, પાસાનાં કાયદાની જોગવાઈ અનુસાર જમીન હડપ કરનારા, દારૂની હેરાફેરી કરનારા, નકલી દવા બનાવનારા તેમજ કોઈ પણ સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારા ગુનેગારને અટકાયત કર્યા બાદ એક વર્ષ માટે અન્ય જિલ્લાની જેલમાં મોકલી આપવામાં આવે છે.
કોર્ટે મૌલાના માટે દર મુદતમાં હાજર રહેવા કોર્ટનો આદેશ આપ્યો છે. તેમજ જાહેરમાં ફરી આવું ભાષણ ન આપવાની શરતે મળ્યા જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. તેમજ દર મુદતમાં હાજર રહેવા કોર્ટનો આદેશ આપ્યો છે.
મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું
મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું હતુ. તેથી અરવલ્લીના મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણ મામલે કેસ ચાલી રહ્યો છે. તેથી કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે કબજો લીધો હતો. અગાઉ જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો.
[[$googlead]]