• તથ્યને જામીન મળશે તો પુરાવાને થઇ શકે છે નુકસાન: પીડિતોના વકીલ
  • આરોપી કેસની તપાસમાં સહકાર આપવા તૈયાર છે: આરોપીના વકીલ
  • આરોપી તથ્ય પટેલને જામીન ન આપવા સરકારની કોર્ટમાં રજૂઆત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે નબીરા આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન પીડિતોના વકીલે કોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સુનાવણી દરમિયાન આરોપીને જામીન ન આપવા પીડિતોના વકીલે કોર્ટમાં વાંધા અરજી કરી હતી. પીડિતોના વકીલે જણાવ્યું હતું કે તથ્યને જામીન મળશે તો પુરાવાને નુકસાન થઇ શકે છે. તો, આરોપી કેસની તપાસમાં સહકાર આપવા તૈયાર હોવાનું આરોપીના વકીલે જણાવ્યું હતું.

[[$googlead]]

આરોપી તથ્ય પટેલના વકીલે આરોપીએ અધિકારો મુજબ ચાર્જશીટ બાદ જામીન માંગ્યા હોવાનું જણાવ્યું હતું.

[[$alsoread]]

તો સાથે સાથે, કેસના તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યા છે. તેમજ, આરોપીને જામીન ન આપવા સરકાર દ્વારા પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. એફિડેવિટ પર આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવાશેઆવશે.


  • Follow us on: