3, 4 અને 5 જાન્યુઆરી 2025ના રોજ ક્રેડાઈ ગાહેડ દ્વારા પ્રોપર્ટી શો નું આયોજન કરવામાં આવ્યું છે આ 19માં ગાહેડ પ્રોપર્ટી શો ના આયોજનમાં 50 ડેવલપર્સની 250 કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે,આ પ્રોપર્ટી શો નું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.
જંત્રી માટે ચિંતા ના કરતા : CM ભૂપેન્દ્ર પટેલ
જંત્રીને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે,હાલ લોકોના મગજમાં જંત્રીને લઈ ચિંતા છે પણ આ ચિંતા કરવી જોઈએ નહી જંત્રીને લઈ આગળ વધીશું અને લોકો માટે સારા નિર્ણયો પણ કરીશું,જંત્રી મુદ્દે અમે સૂચનો માંગ્યા જ છે અને તે સૂચનોના આધારે કામગીરી પણ કરવામાં આવી રહી છે,સારામાં સારો સૂચન હશે તે અંગે વિચારીશું અને વિકસિત ભારત માટે ડેવલોપરની જરૂર છે તો તમે તમે તમારી જવાબદારી નિભાવજો તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરમંચ પરથી કહ્યું છે.
તમે એફોર્ડેબલ હાઉસિંગ બનાવો છો : CM ભૂપેન્દ્ર પટેલ
જે બિલ્ડર્સ દ્વારા ઘર બનાવવામાં આવે છે તેને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,આજકાલ એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ બદલાઈ ગયો છે અને હું ખુલ્લા મને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છું,એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે અને કરોડો પરિવારોના માથે છત આપી છે,અફોર્ડેબલ હાઉસિંગ માટે સારો વિચાર લાવવો જોઈએ,એક, બે બેડરૂમના મકાન માટે શું શું જરૂર છે ચર્ચા કરીશું,નાના મકાન બનાવવા માટે વિચાર કરવો જોઈએ અને ક્યા નીતિ નિયમોમાં ફેરફાર થઈ શકે તે પણ કહેજો અહીંય 10 લાખથી લઈને 50 લાખ સુધીના સ્ટોલ છે. તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરમંચ પરથી કહ્યું છે.
આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર પ્રોપર્ટી શૉનું આયોજન
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રમુખ ધ્રુવભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં બાંધકામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસ કાર્યોમાં ગુજરાતના પ્રમુખ શહેરોની સરખામણીમાં અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે. વધતા જતા શહેરીકરણના વ્યાપના કારણે રોજગારીની તકો માટે શહેરોમાં થઈ રહેલ માઈગ્રેશનના કારણે વધુ આવાસોની આવશ્યકતાઓ ઉભી થઈ રહેલ છે, તે જોતાં દરેકને પોતાના બજેટ અને સ્વપ્નાઓને અનુરૂપ આવાસોની માહિતી એકજ સ્થળેથી મળી રહે તે હેતુસર ક્રેડાઈ અમદાવાદ દ્વારા 3, 4 અને 5 જાન્યુઆરી 2025ના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ, થલતેજ, એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે 19માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન કરવામાં આવ્યું છે
અમદાવાદના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે
સંસ્થા દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉમાં ઘર, ઓફીસ અને પ્લોટ ખરીદનાર, ઈન્વેસ્ટર્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે.ક્રેડાઈ અમદાવાદ દ્વારા યોજવામાં આવતા ગાહેડ પ્રોપર્ટી શો માટે લોકોમાં વધુ આકર્ષણ રહે છે તે આપણા સૌ માટે અપેક્ષનીય છે. સંસ્થા દ્વારા આયોજીત આ 19માં ગાહેડ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેરના 50 કરતા વધુ અગ્રગણ્ય ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે.અમદાવાદ શહેરની પેરીફેરીમાં નવ વિકસિત પ્રોજેક્ટ તેમજ આકાર પામનાર રેસીડેન્શિયલ,કોમર્શીયલ,પ્લોટીંગ અને વીક એન્ડ વિલા વગેરે આશરે 250થી વધુ પ્રોપર્ટીઝ ડિસ્પલે કરવામાં આવશે.આ પ્રોપર્ટી શોની મુલાકાત લઈ પ્રોપર્ટી ખરીદવા ઈચ્છુક નાગરિકો માટે વધુ સુગમતા રહે તેમજ તેમને ધિરાણ સરળતાથી મળી શકે તે માટે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સને પણ આ પ્રોપર્ટી શોમાં સાથે રાખવામાં આવ્યા છે.









