- નોઈડાની નિવાસ પ્રમોટર કંપનીએ ગ્રાહકો સાથે કરી ઠગાઈ
- નિવાસ પ્રમોટર કંપનીમાં મુનાફ ડિરેક્ટર છે
- મુનાફ પટેલના બે બેન્ક ખાતા સીઝ કરાયા
ભરૂચના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં 2 બેંક ખાતાઓ સીઝ કરાયા છે. ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત ન કર્યા હોવાથી કંપની સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે મુનાફનાં 2 બેંક ખાતાઓ સીઝ કરી રૂ.52 લાખની વસૂલાત કરાઈ છે.
નિવાસ પ્રમોટર કંપનીમાં મુનાફ ડિરેક્ટર છે
ઉત્તર પ્રદેશના નોઇડાના બિલ્ડર ગૃપ 'પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા 'વન લીફ ટ્રોય' નામની એક રહેણાંક સ્કિમ મુકવામાં આવી હતી. આ સ્કિમને પુર્ણ થવામાં ઘણો સમય થતાં મકાનો બુક કરાવનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ આધારે ઉત્તર પ્રદેશ રેરાએ બિલ્ડરોને નોટીસ આપી ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. છતાં પણ સ્કીમ સમયસર પૂર્ણ ન થતા, ગ્રેટર નોઇડા જિલ્લા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ.10 કરોડની વસૂલાત કરવાની થાય છે. મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ કંપનીમાં ડિરેક્ટર છે. ઉત્તર પ્રદેશના રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ન આપવાના આરોપમાં કાર્યવાહી કરી છે.
નોઇડા અને ગુજરાતમાં બેંક ખાતા સીલ કરાયા
નિવાસ પ્રમોટર નામના આ બિલ્ડર ગૃપમાં ક્રિકેટર મુનાફ પઠાણ પણ ડાયરેક્ટર છે, જેના કારણે મુનાફ પટેલના નોઇડા અને ગુજરાતના બે બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી રૂ.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. મુનાફ પટેલ સામેની આ કાર્યવાહી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. મુનાફ પટેલ મુળ ભરૂચ નજીકના ઇખર ગામનો વતની છે અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહી ચુક્યો છે.









