- ક્રાઈમબ્રાન્ચે 14 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું
- આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ ડ્રગ્સ મળ્યું
- MJ લાયબ્રેરી પાસેથી આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.
કોને ડ્રગ્સ આપવાનું હતુ તેને લઈ તપાસ શરૂ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એલિસબ્રિજ વિસ્તારમાં ત્રણ આરોપીઓ ડ્રગ્સ લઈને આવી રહ્યાં છે,ત્યારે પોલીસે વોચ ગોઠવી એમજે લાયબ્રેરી પાસેથી આ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે,હજી પોલીસ તપાસમા સામે નથી આવ્યુ કે આ ડ્રગ્સ કયાંથી લાવ્યા અને કોને આપવાનુ હતુ.ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે,આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે,આ લોકો ડ્રગ્સ પેડલર છે કે નહી અને અન્ય જિલ્લાઓમાં પણ ડ્રગ્સની હેરાફેરી કરે છે કે નહી તેને લઈ તપાસ હાથધરી છે.
ગત અઠવાડિયે દાણીલીમડામાથી ઝડપાયુ ડ્રગ્સ
ગત અઠવાડિયે અમદાવાદ એસઓજી દ્રારા દાણીલીમડા વિસ્તારના એક ફલેટમાં ડ્રગ્સ સાથે એક મહિલા અને બે પુરુષને ઝડપી પાડયા હતા,પોલીસની તપાસમાં સામે આવ્યુ હતુ કે રૂપિયા ના હોવાથી મહિલા ડ્રગ્સનો વેપાર કરતી હતી,ત્યારે અમદાવાદ એસઓજી તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ વેચનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.