સુરતમાં માથાભારે વોન્ટેડ કેદીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. જેના બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો.હાલમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને Wanted કેદી કલ્પેશ ગલસાણીયાને ઝડપી પાડવામાં સફળતા મળી.
માથાભારે ગુનેગારને પકડવામાં પોલીસને મળી સફળતા
રાજ્યભરમાં પોલીસે અસમાજિક તત્ત્વો સામે એકશન લઈ ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. જેના બાદ બેફામ બનતા અસમાજિક તત્ત્વો અને માથાભારે ગુંડાઓને કાયદાનો પાઠ ભણાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને લાજપોર જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી.
અપહરણ અને પોસ્કો હેઠળ સજા પામનાર પોલીસના સંકજામાં
આરોપી કલ્પેશ ગલસાણીયા સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અપહરણ-પોસ્કોનો ગુનો નોંધાયો છે. આરોપી કલ્પેશ ગલસાણીયાએ 15 વર્ષની બાળકીનું અપહરણ કરી ચોટીલા મુકામે લઈ ગયો હતો. બાળકીનું અપહરણ કરી કલ્પેશે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ હેઠળ ગુનો નોંધાયો હતો. માથાભારે ગુંડા કલ્પેશ ગલસાણીયાને પોસ્કોના કાયદા હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ગુનેગારે ફર્લો રજાનો લીધો લાભ
લાજપોર જેલમાં પોકસો ગુના હેઠળ આજીવન કેદની સજા ભોગવનાર આરોપી કલ્પેશ ગલસાણીયાએ 14 દિવસની ફર્લો રજા લીધી હતી. પરંતુ નિયમિતપણે જેલમાં હાજર ના થતા આરોપી ફર્લો રજાનો લાભ લઈ ફરાર થઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાંચને સફળતા મળી. પોલીસે લોકોને હેરાન કરનાર માથાભારે વોન્ટેડ ગુનેગાર કલ્પેશ ગલસાણીયાને દબોચી પાછો જેલ હવાલે કર્યો.









