પૂર્વ કચ્છ પોલીસે ચોરી-લૂંટના 34 ગુના ઉકેલ્યા છે,રાજસ્થાનની ગરાસીય ગેંગના સાગરીતો આ કેસમાં ઝડપાયા છે જેમાં પોલીસે જુદા-જુદા મંદિરોમાં ચોરી અને લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે,રાત-દિવસ મહેનત કરીને આ ચોરીને કેસ ઉકેલાયો છે,તો આ કેસમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે.
રાજસ્થાનની “ગરાસીયા ગેંગ”ના સાગરીતો ઝડપાયા
પૂર્વ કચ્છ પોલીસને બાતમી મળી હતી કે ગરાસીયા ગેંગ છે જે ચોરી અને લૂંટ કરે છે,આ ગેંગના સભ્યો પૂર્વ કચ્છમાં ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપતા હતા તો પોલીસે આ બાબતને લઈ અને બાતમીના આધારે રાજસ્થાન જવા નીકળી હતી અને આરોપીઓના લોકેશન પણ પોલીસે મેળવી લીધા હતા,પહેલા તો આરોપીઓ પોલીસના હાથે ના આવ્યા પરંતુ ત્યાં ઉજાગરો કરીને પોલીસે આરોપીઓને ઝડપી પાડયા છે.આરોપીઓ કોતરણી કામ સાથે જોડાયેલા છે અને ગુનાઓને અંજામ આપતા હતા.
8 પોલીસ મથકોના ગુનાઓનો ભેદ ઉકેલાયો
કચ્છ પૂર્વ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે જેમાં પોલીસે 8 પોલીસ સ્ટેશનનો ગુનાઓનો ભેદ ઉકેલી નાખી આરોપીઓને દબોચી લીધા છે.તમામ આરોપીઓ રાજસ્થાનના વતની છે.ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓનાં મંદિરોમાં ચોરી/લુંટના ૩૪ ગુનાઓના આરોપીઓએ કર્યા છે,કોતરણી કરવાનું કામ લઈ આરોપીઓ સમગ્ર વાતો જાણી લેતા અને ત્યારબાદ ગુનાને અંજામ આપીને રાજસ્થાન ભાગી જતા હતા,એક સાથે કામ કરવા આવે અને ત્યારબાદ ચોરી કરીને ફરાર થઈ જતા હોવાની વાત સામે આવી છે.
રાજસ્થાનની બિહોડમાંથી ઝડપાયા આરોપીઓ
રાજસ્થાનના બિહોડમાં પોલીસે બે દિવસ સુધી ધામા રાખ્યા અને ત્યારબાદ આરોપીઓને ઝડપી પાડયા છે.રાત દિવસ અનેક ઘરોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ અને આરોપીઓને ઝડપી પાડયા છે,ત્યારે આરોપીની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યુ તો હવે પોલીસ આરોપીઓને લઈ રિમાંડ પણ માંગી શકે છે.તો પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.કચ્છ સિવાય કયા જિલ્લાઓમાં ચોરી કરી છે તેને લઈ પણ તપાસ ચાલુ છે.