• કેતન પટેલ, રૂપેશ દોશી બાદ વધુ એક તોડબાજ સામે ફરિયાદ
  • કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં હોવાનું કહીને છેતરપિંડી આચરી
  • ભરત છબડા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં બે ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં નકલીનો સિલસિલો ચાલુ જ છે,અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ભરત છબડા સામે ફરિયાદ નોંધાઈ છે,જેમાં તેણે કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતો હોવાનું કહીને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 50 હજાર પડાવ્યા રૂપિયા પડાવ્યા છે,જેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઠગબાજે એક ફરિયાદી પાસેથી 50000 પડાવ્યા

ભરત છબડા કે જે કોઈ અધિકારી કે કોઈ સરકારી એજન્સીમાં ફરજ બજાવતો નથી પરંતુ તેવું કહીને લોકોને ખંખેરી રહ્યો છે,આ ચિટર ભરત છાબડાએ અન્ય એક વ્યકિત પાસેથી અઢી લાખ પડાવ્યા છે અને તેને પણ કોન્ટ્રાક આપવાનું કહી રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરત છબડા સામે બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથધરી છે.કેતન પટેલ, રૂપેશ દોશી બાદ વધુ એક તોડબાજનું કારસ્તાન સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે હાથધરી તપાસ

આરોપી ભરત છબડા ઉચ્ચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતો હોવાનું કહી લોકોની સાથે છેતરપિંડી આચરી રહ્યો છે,સારા ધંધામાં સેટ કરવા તેમજ સરકારી અધિકારીની બદલી કે સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને આ લફંગો લોકો પાસેથી રૂપિયા ખંખેરતો રહ્યો છે,હજી પણ આ ભરતની સામે વધુ ફરિયાદ નોંધાયા તો નવાઈ નહી,ફરિયાદીના પિતાને જેલમાંથી છોડાવવાના બહાને પણ રૂપિયા પડાવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ ફરિયાદ નોંધ તપાસ હાથધરી છે અને તેના મોબાઈલ નંબરના આધારે તેની શોધખોળ હાથધરાઈ છે.

ભાજપના કાર્યકરોને કોલ કરીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

પીએમઓના નામે કોલ કરીને છેતરપિંડી આચરતી મેતાવી ગેંગના છ સાગરિતોને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં ભાજપના અનેક કાર્યકરોને ટારગેટ કરીને નાણાં પડાવવામાં આવ્યા હોવાની માહિતી પ્રાથમિક પુછપરછમાં બહાર આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રહેતા એક ભાજપના કાર્યકરને આશરે દોઢ મહિના પહેલા અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયથી વાત કરતા કર્મચારી તરીકે આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપના કામથી વ્યક્તિગત રીતે ખુશ થયા છે.