- તાપી નદી આશરે 70 લાખની વસ્તીની તરસ છીપાવે છે
- ઉનાળામાં સુરતીને ભોગવવાનો વારો આવી શકે છે
- કોઝવે પર જલકુંભી દેખાઈ રહી છે તેને પણ દૂર કરી દેવામાં આવશે: મેયર
સુરત શહેર સ્વચ્છતામા નંબર વન છે પણ તાપી શુદ્ધિ કરણના નામે કરોડોના ખર્ચ બાદ પણ તાપી નદીમાં જળ કુંભી આવી ગઇ છે. ભર શિયાળે જળ કુંભી આવતા ફરી શહેરીજનની ચિંતામાં વધારો થયો છે. જો શિયાળામાં આ જળકુંભી દૂર નહિ થાય તો ઉનાળામાં સુરતીને ભોગવવાનો વારો આવી શકે છે.
તાપી નદી આશરે 70 લાખની વસ્તીની તરસ છીપાવે છે
શહેરની જીવાદોરી સમાન એક તાપી નદી છે જે આશરે 70 લાખની વસ્તીની તરસ છીપાવે છે. પણ વર્ષોથી તાપી નદીમાં જળકુંભીની સમસ્યા છે અને આ જળકુંભી દૂર કરવાને નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે એટલે જ લાગી રહ્યુ છે કે મનપાને આ પ્રજાના ટેક્સના પૈસાની કોઈ પડી નથી. દર વર્ષે તાપી સ્વચ્છ કરવાના નામે લાખોનો ખર્ચો કરી નાખવામાં આવે છે પણ લાખો કરોડોના ખર્ચ બાદ પણ આ જલકુંભી સાફ થતી નથી અને ફરી પાછી આવી જાય છે. ત્યારે ફરી શિયાળામાં આ જળકુંભી આવી જતા પાલિકાની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
કોઝવે પર જલકુંભી દેખાઈ રહી છે તેને પણ દૂર કરી દેવામાં આવશે: મેયર
આ જલકુંભી જલ્દીથી દૂર કરવામાં ના આવે તો સુરતના 70 લાખ લોકોને પીવાના પાણીની સમસ્યા વેઠવાનો વારો આવી શકે છે. મહાનગર પાલિકાના મેયરને આ બાબતે પૂછતાં તેમણે કહ્યું કે જળકુંભી હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જે કોઝવે પર જલકુંભી દેખાઈ રહી છે તેને પણ દૂર કરી દેવામાં આવશે.