રાજકોટમાં મનપાની વેબ સાઈટ ઉપર સાયબર એટેકની ઘટના બની છે જેમાં સરકારી શાળાઓ અને બેંક ડિટેઈલ સહિતની વિગતો લીક થઈ છે, હેકર્સે વેબસાઈટ હેક કરી સાયબર એટેક કર્યો છે અને GIS વેબસાઈટ હેક થયાનું મનપા કર્મચારીઓએ છૂપાવ્યું છે, હેકિંગની ફરિયાદ BSNLની સાયબર સિક્યુરિટીને કરી છે.


[[$googlead]]

સાયબર એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી હતી

સાયબર એટેકની શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને મનપાની જીયોચાફ્રિક્સ ઈ-ન્ફોર્મેશન સિસ્ટમને હેક કરીને ૪૦૦જી.બી. ડેટા ચોરાયાની ચર્ચાઓ મહાપાલિકાના અંતરંગ વર્તુળોમાં ચાલી રહી છે જો કે, મનપાના આઈ.ટી. ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળતા અધિકારીએ એક સર્વસમાં મુશ્કેલી ઉભી થતા તેને હાલ પબ્લિકલી બંધ કરી દેવાયું છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજુ સુધી ડેટા ચોરાયાની કોઈ વિગતો સામે આવી નહિ હોવાનું કહયું છે. તેમણે કહ્યું છે કે અમારી તપાસ હજુ પણ ચાલુ છે અમારી સાથે અન્ય હિસ્સેદાર કંપનીઓ પણ જોડાઈ છે.

[[$alsoread]]

કોઈ ડેટા ચોરાયાની પુષ્ટી હજુ મળતી નથી.

મહાપાલિકાના ઈ.ડી.પી. ( ઈલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસીંગ ) વિભાગ ૨૫ અલગઅળંગ સર્વર ઉપર કામ કરે છે તેમાંથી એક જી. આઈ.એસ.(જીવોગ્રાફિકસ ઈન્ફોર્મેશન સિસ્ટમ)માં અનનોન ડેટા ટ્રાન્ઝેક્શન ધ્યાને આવતા અને કેટલીક ભેદી એકટિવિટી નજરે પડતા તાકિદથી તેને ગ્રીડથી અલગ કરીને પબ્લિકલી ડેટા શેરીંગ બંધ કરી દેવાયું હતું.

સાયબર એટેક કોણે કર્યો તેને લઈ હજી કોઈ માહિતી નહી

આ સમગ્ર ઘટનામાં રાજકોટ સાયબર ક્રાઈમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ એટેક કોણે કર્યો તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી, સમગ્ર ઘટનામાં પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે, સાયબર એટેકથી એક સાથે તમામ માહિતી લીક થતી હોય છે અને જે તે સંસ્થાને તેનું નુકસાન પણ થતુ હોય છે ત્યારે આ સાયબર એટેક કોણે કર્યો તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

  • Follow us on: