- પીએમ કિસાન યોજનાના નામે ગઠિયાઓ કરી જાય છે કાંડ
- સાયબર ફ્રોડની ઘટનાઓથી કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્ક
- PM કિસાનની APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવી થાય છે ફ્રોડ
અત્યાર સુધી સાયબર ગઠીયાઓ બેંકના અધિકારી બનીને લોકોને લૂંટતા હતા પરંતુ હવે તો સાયબર ગઠીયાઓએ પીએમ કિસાન યોજનાના નામે લોકોને લૂંટી બેંક એકાઉન્ટ ખાલી કરવાનુ શરુ કર્યુ છે. જેને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમે પણ પ્રયાસો શરુ કર્યા છે.
સાયબર ગઠિયાઓની તમામ તરકીબો હવે જગજાહેર થઈ જતા ગઠિયાઓએ હવે પીએમ કિસાન યોજનાનો લાભ આપવાના બહાને લોકોને છેતરપીંડી કરવાનું શરુ કર્યુ છે જેમાં આવા ગઠિયાઓ દ્વારા શહેરીજનોને એક મેસેજ મોકલવામાં આવે છે જેમાં દરમહિને ખાતામાં ચોક્કસ રકમ જમા થવાની લાલચ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે પીએસ કિસાન યોજનાની એપીકે ફાઈલ મોબાઈલમાં ઈનસ્ટોલ કરાવવામાં આવે છે. જેનાથી ફોનના તમામ એક્સેસ ગઠિયાઓ પાસે જતુ રહે છે અને તમારા બેન્ક એકાઉન્ટમાં રહેલા રુપિયા ખાલી થઈ જશે.










