• પશ્ચિમ બંગાળના તટ પર ચક્રવાતનો તોળાતો ખતરો
  • દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે આસામ અને કેરળમાં વરસાદ
  • ગુજરાત અને મહારાષ્ટ્ર પર થશે વાવાઝોડની અસર

દેશમાં એક સાથે કુદરતના ત્રણ અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે. દેશના અનેક રાજ્યમાં કાળઝાળ ગરમી અને વરસાદ વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડનો ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. દેશના 4 રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કેરળ, કર્ણાટકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઇ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયું ચક્રવાત

[[$googlead]]

બંગાળની ખાડીમાં પ્રિ-મોન્સુન સીઝનમાં વારંવાર તોફાનો આવતા રહે છે. બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત દબાણમાં ફેરવાશે. આગામી 25 મેના રોજ ચક્રવાત વધુ મજબુત બને તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 મેના રોજ ચક્રવાત રેલમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટો પર ટકરાશે. આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં ચક્રવાતના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

[[$alsoread]]

ગુજરાત સહિતના રાજ્યમાં વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 28 મેની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 અને 27 મેના રોજ બંગાળ, ઓડિશા, મિઝોરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત આપી શકે છે.

પશ્ચિમ બંગાળમાં ફૂંકાશે ભારે પવન

પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો ફૂંકાશે અને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.

કેરળમાં ભારે વરસાદનું એલર્ટ

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કેરળમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલના થિરુવનંથપુરમમાં ભારે વરસાદ વચ્ચે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.થિરુવનંથપુરમમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય કેરળના દરિયા કાંઠે ઉંચા મોજાં ટકરાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કેરળમાં ભૂસ્ખલન અને પૂરની પણ સંભાવના છે. જ્યારે આસામના દિબ્રુગઢમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

  • Follow us on: